ઊંઝા હોય કે ખોડલ ધામ , એ ક્યારેય ઓછો ના પડે.
શિક્ષણ , ધંધો કે પછી ખેતી ,એ ક્યારેય કાચો ના પડે.
અરે, દાન કરે એટલુ ,કે અંદાજ કોઈનો સાચો ના પડે.
આતો રંગ કણબી નો ,ક્યારેય આછો ના પડે.
અરે, આતો “દીકરો પટેલનો” ક્યારેય પાછો ના પડે.
ભલે ને પડે ધોધમાર વરસાદ, કે પાણીનો એક છાંટો ના પડે.
અરે, દૂનિયા આખી ખેતી કરે, પણ પટેલ જેવો ખેડૂત ના મળે.
કોઈ પણ હોય કામ , કે પછી હોય પ્રસંગ , પણ પટેલ ક્યારેય મોડો ના પડે.
એટલે જ વિકાસ કરવામાં , પટેલ જેવી કોઈ બીજાની વાતો ના મળે.
એટલે જ કહેવાય છે,
આતો રંગ કણબીનો ,ક્યારેય આછો ના પડે.
અરે, આતો “દીકરો પટેલનો” ક્યારેય પાછો ના પડે.
જો વાત હોય પટેલની , તો એના જેવી એકતા જોવા ના મળે.
અરે જોયૂ ને ,સિદસર રજત જયંતીમાં કે ખોડલ ધામ માં , કે આયોજનમાં પટેલ કાચો ના પડે.
કંઈક હોય વિકાસની વાત , અમથી-અમથી મુલાકાતો ના કરે.
અરે કરીને દેખાડે એ પટેલ , અમથી-અમથી વાતો ના કરે.
આતો રંગ કણબીનો ,ક્યારેય આછો ના પડે.
અરે, આતો “દીકરો પટેલનો” ક્યારેય પાછો ના પડે.
એવૂ ક્યારેય ના બને , કે અમને માં ઉમીયા કે ખોડલ ના આશિર્વાદ ના મળે.
એટલે જ શિક્ષણ-જગતમાં, પટેલ જેવો વિદ્યાથી ના મળે.
ભલે ને હોય ઓસ્ટ્રેલિયા , આફ્રીકા કે પછી હોય અમેરીકા,
પણ સમયની સાથે ચાલવામાં ,પટેલ જેવો કોઈ બિજો ના મળે.
એટલે જ કહેવાય છે અને કહેવાતૂ રહેશે .
આ સંદેશ આપણો ક્યારેય ખોટો ના પડે.
કે આતો રંગ કણબીનો ,ક્યારેય આછો ના પડે.
અરે, આતો “દીકરો પટેલનો” ક્યારેય પાછો ના પડે.
No comments:
Post a Comment